*RTE 2023-24*
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. New ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24માં આર.ટી.ઈ અંતર્ગત ધોરણ-૧ માં પ્રવેશ માટે અરજી કરનાર બાળકે પ્રવેશની તારીખે ઉંમરનું ૬ઠ્ઠું વર્ષ પૂરું થયું ન હોય તેવા બાળકોને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમ છતાં, જો બાળક પાંચ વર્ષની ઉંમર પૂરી થયે પ્રવેશ મેળવવા માંગતુ હોય તો તેને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેણે તે વર્ષના જૂન મહિનાની ૧લી તારીખે પાંચ વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈશે.
શિક્ષણ વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/૦૪/પીઆરઆઈ/૧૨૨૦૧૯/સીફા-૨૧-ક મુજબ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ થી ધોરણ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ૧લી જૂનના રોજ પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. હોય તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
તારીખ *10/04/2023 થી 22/04/2023 સુધી* ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
*અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી*
*R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો)
૭. લાઇટબિલ , રેશનકાર્ડ
૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું પડતુ હોય તો )
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં ૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો આંગળવાડી નો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે અંગેનો નગરપાલિકાનો દાખલો.
*નોંધ :* તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે.
- RTE FAQ : Click Here
- Required Document : Click Here
- School List : Click Here
- Instruction for Parents : Click Here
- About RTE GR - Click Here
- Schedule : Click Here
- Application Status : Click Here
- How to Apply : Click Here
- Apply Online : Click Here
- Application Status : Click Here
Comments
Post a Comment